ગઢડામાં BAPS દ્વારા ભવ્યતાપૂર્વક ઉજવાશે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ

DivyaBhaskar 2020-03-04

Views 2

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ ગઢપૂર ગઢડા(સ્વામિના) મુકામે આગામી તા૬ થી ૧૦ માર્ચ દરમિયાન બીએપીએસ સંસ્થા દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યતા પૂર્વક ઉજવણી કરવામાં આવશે સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ ગ્રન્થ શિક્ષાપત્રી અને વચનામૃત પૈકી મોટાભાગના વચનામૃત ૨૯ વર્ષ સુધી ગઢડામાં જ રહ્યા તે દરમિયાન સ્વામિનારાયણ ભગવાને ગઢડામાં જ પ્રબોધ્યા છે આ વચનામૃતને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા આ મહોત્સવથી તેનો વ્યાપ કરવામાં આવશે



ગઢડા ખાતે યોજાનાર આ મહોત્સવ બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે વચનામૃત મહોત્સવ સહિત યોજાનાર વિવિધ કાર્યક્રમો માંડવધાર રોડ ખાતે આવેલી સંસ્થાની વાડી ખાતે યોજવામાં આવશે

આ ૮૫ એકર વાડીમાં સંતો અને સ્વયંસેવક હરિભકતોની અથાગ મહેનતથી ભવ્ય સ્વામિનારાયણ નગર ઉભુ કરવામાં આવી રહ્યું છે આ ધામક નગરીમાં વૈજ્ઞાાનિક અભિગમ દ્વારા ધામક વાતોને ટેકનોલોજીના માધ્યમથી કંડારી મુક્તાનંદ, સહજાનંદ, ભારતાનંદ અને પરમાનંદ એમ ૪ વિભાગમાં વહેંચી જુદા જુદા જીવન ઉત્કર્ષ પ્રદર્શન અને ફિલ્મ શો દર્શાવી લોકમાનસમાં ધામક, સંસ્કારી તેમજ રાષ્ટ્રપ્રેમલક્ષી જીવન કેળવણીનુ સિંચન થાય તે માટે ટેકનોલોજીના માધ્યમથી સુંદર આયોજન કરવામાં આવેલ છે

આ ઉપરાંત અનેકવિધ જોવા માણવા લાયક પ્રદર્શનો કાર્યક્રમો પણ સતત યોજવામાં આવશે આ દરમિયાન ગઢડા સ્થિત બીએપીએસ સંસ્થાના મુખ્ય પ્રાંગણમાં માણકી ઘોડી ઉપર બિરાજમાન સ્વામિનારાયણ ભગવાનની ૨૫ ફૂટ ઉંચી અશ્વારોહિત કાંસ્ય પ્રતિમા સાથે સેવામાં ગુણાતીતસ્વામી અને તેમનુ સ્વાગત કરતા ભક્તરાજ પૂદાદાખાચરની ૧૭ ફૂટ ઉંચી કાંસ્ય પ્રતિમા દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવશે તેમજ હાલમાં વિદ્યમાન પૂજીવા ખાચરના દરબારગઢમાં દિવ્ય ચરિત્રોનું પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવશે સતત ૪ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવ માટે દેશ વિદેશમાંથી આવનારા હજારો યાત્રાળુઓ અને મુલાકાતીઓની ઉતારા અને જમવા સહિતની સુદર વ્યવસ્થા હાથ ધરવામાં આવેલ છે સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે સંતો ઉપરાંત ૭ હજાર જેટલા સ્વયંસેવકો દ્વારા ખડેપગે સેવા આપવામાં આવશે આ સમગ્ર મહોત્સવ સંસ્થાના વડા પૂ મહંતસ્વામીના સાંનિધ્યમાં યોજાશે જે દરમિયાન દરરોજ પ્રવચનો તેમજ ભવ્ય કલાકૃતિ દર્શાવતા કાર્યક્રમો પણ યોજવામાં આવશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS