દ્વારકાઃ આજે ધૂળેટીના દિવસે યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ ઉત્સવ ધામધુમપુર્વક ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજે સવારે દ્વારકાધીશની આરતી કરવામાં આવી હતી ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા લાખો યાત્રીકો દ્વારકા પહોંચ્યા છે જેને લઇ ટ્રેન, બસ તેમજ ખાનગી વાહનોમાં ભીડ જોવા મળી રહી છે દ્વારકામાં ફુલડોલ ઉત્સવ મનાવવા ભાવિક ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે દ્વારકામાં લાખો યાત્રીકો આવી પહોંચ્યા છે