રાજકોટઃ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સર્જાવવાની સાથે અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા તારીખ 11 અને 12મી તારીખે કમોસમી વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે આજે વહેલી સવારે જામનગર અને લાલપુરમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારમાં છાટાં પડ્યા હતા અને વાદળો છવાયા હતા