ડાકોરઃમાર્ચનો બીજો ગુરુવાર એટલે "વર્લ્ડ કિડની ડે" બંને કિડની ફેઈલ થઈ ગઈ છે એવું સાંભળતાં જ ભલભલા શૂરવીરોના હાંજા ગગડી જાય છે પરંતુ મજબૂત મનોબળ હોય તો ગમેતેવા વિષમ સંજોગોનો સામનો કરી શકાય છે કિડની ફેલ્યોરનો પણ આનું જીવતું ઉદાહરણ છે ડાકોરના 47 વર્ષીય ઉમેશ દેસાઈ ઉર્ફે ગલાભાઈ બંને કિડની ફેઈલ હોવાને કારણે છેલ્લા 19 વર્ષમાં 2700થી વધુ વખત ડાયાલિસિસ કરાવી ચૂકેલા ઉમેશભાઈ યોગ-પ્રાણાયામ અને સંયમિત જીવનશૈલીથી અન્ય કિડનીના રોગના દર્દીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે પત્ની અને પરમાત્માને આત્મબળ સમજતા ઉમેશભાઈ કિડની ફેલ્યોર બાદ બે વખત જીવલેણ રોગમાં સપડાઈ ચૂક્યા છે પરંતુ તેઓ બંને વખતે પોતાનો જીવ બચાવવા બદલ સ્વ ડો એચ એલ ત્રિવેદી અને અમદાવાદ કિડની હોસ્પિટલમાં આઈકેડીસીના સ્ટાફનો પાડ માને છે તેઓ નડિયાદ સિવિલ ડાયાલિસિસના સ્ટાફની કામગીરીને પણ વંદન કરે છે