રાજુલા જાફરાબાદના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર પર ઘણા સમયથી અટકળ ચાલે છે કે, ધારાસભ્ય અમરીશ ડેર કોંગ્રેસ છોડવાના છે. જો કે તમામ અટકળોનું ખંડન કરતા ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યુ કે, તેઓ એવું કંઈ વિચારતા નથી.જો કે આગામી સમયમાં એવી પરિસ્થિતિ આવે પણ છે, તો તે બાબતે ગંભીરતાથી વિચારશે તેવું ગર્ભિત રીતે જણાવ્યું હતું.