પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્યભરના સરકારી તબીબો છેલ્લા 4 દિવસથી હડતાળ પર ઉતર્યા છે, ત્યારે આજે હડતાળના ચોથા દિવસે આરોગ્ય સેવા ખોરવાઈ છે. રાજકોટ સિવિલમાં તબીબોની હડતાળને પગલે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલના ઓર્થોપેડિક, મેડિસીન તેમજ OPDમા દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.