મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના સુપ્રીમો રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવાની માંગને લઈને નવું અલ્ટીમેટમ આપ્યું છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આજે ફરીથી મસ્જિદો પર લાગેલા લાઉડ સ્પીકરો હટાવવાની માગ કરી છે. બીજી તરફ શિવસેના અને કોંગ્રેસે પણ રાજ ઠાકરે પર પલટવાર કર્યો છે. જેના કારણે રાજનીતિ ગરમાઈ છે.