પેટ્રોલ-ડીઝલની કિંમત વધતા તેની અસર AMTSમાં મુસાફરોની સંખ્યા પર પડી છે. મુસાફરોની સંખ્યા વધતાં AMTSની આવક પણ વધી છે. જાન્યુઆરી માસમાં દરરોજના 1.90 લાખ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે ફેબ્રુઆરી માસમાં 2.53 લાખ લોકોએ અને માર્ચ માસમાં 2.93 લાખ લોકોએ AMTSમાં મુસાફરી કરી છે. જયારે એપ્રિલ માસમાં અત્યાર સુધી 3.40 લાખ લોકો મુસાફરી કરી છે.