ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ સમાજના લોકો મેદાને આવી રહ્યાં છે ત્યારે હવે ગુજરાત સ્થાપના દિવસથી કરણી સેના દ્વારા એકતા યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. ક્ષત્રિય સમાજને એક કરી દરેક ક્ષેત્રમાં સ્થાન મળે તેવા હેતુ સાથે આ યાત્રા શરૂ કરાશે. સેનાના આગેવાનોએ માતાનમઢના દર્શન કરીને લોકોને મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવવા અપીલ કરાઈ છે. ચૂંટણીમાં સમાજના લોકોને જે પાર્ટી ટીકીટ આપશે તેમને સમર્થન અપાશે. તેમજ ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ટીકીટ મળે તે માટે શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના ભાગરૂપે કરણી સેનાએ ગામડે ગામડે પ્રવાસ શરૂ કર્યો હતો.