કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 10મી મેના રોજ ગુજરાત આવશે. રાહુલ ગાંધી દાહોદ ખાતે યોજાનારા આદિવાસી અધિકાર સત્યાગ્રહમાં હાજરી આપશે. રાહુલ ગાંધી આગામી વિધાનસભા ચૂંટણી સુધી ચાલનારા અધિકાર સત્યાગ્રહની શરૂઆત કરાવશે. રાહુલ ગાંધી ઉપરાંત ગુજરાત કોંગ્રેસના ચૂંટણી પ્રભારી રઘુ શર્મા સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહેશે.