અમરેલીમાં જંગલના રાજા સિંહ અને સિંહણનો ધીંગામસ્તી કરતો વીડિયો વાયરલ થયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સિંહ-સિંહણ મસ્તીએ ચઠ્યા છે. તેમાં ભર બપોરે સિંહ બેલડી મોજ
ભરી મસ્તીમાં વ્યસ્ત દેખાઇ રહ્યાં છે. જેમાં 2 સિંહબાળ સંગાથે સિંહ સિંહણનો ગેલ ગમ્મત કરતો વીડિયો હીટ થઇ રહ્યાં છે. તેમાં સિંહ-સિંહણની મીઠી નોકજોક મોબાઈલ કેમરામાં કેદ થઇ છે. આ વીડિયો ધારી સફારી પાર્કનો છે.