બોટાદમાં રોડ હાલત સુધારવા ગ્રામજનોની માંગ ઉઠી છે... બોટાદમાં બિસ્માર રોડને કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.. સામાન્યરીતે આ રોડ પર વાહનોની અવર જવર વધુ રહે છે, તેવામાં માર્ગ સાંકડો અને એકમાર્ગીય હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, ઉપરાંત રોડની બિસ્માર હાલતને કારણે રોજ નવા વાહનોમાં મસમોટુ નુકસાન થાય છે... જેને લઈ ગ્રામજનોમાં રોષ ઉઠ્યો છે... ગ્રામજનોએ ચોમાસા પહેલા નવા રોડ બનાવવા માંગ કરી છે... તો આગામી સમયમાં આ મુદ્દે કામગીરી નહીં થાય તો ઉગ્ર વિરોધ કરવાની 7 ગામના લોકોએ તૈયારી દર્શાવી છે...