જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સે મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને લાલપુર બાયપાસ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ બનાવવા રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ મનપા દ્વારા અહીં ફ્લાય ઓવરબ્રિજ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. મનપાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમા સ્થાયી સમિતિના ચેરમેને લાલપુર બાયપાસ જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવા અંગે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 65 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે.