ગુજરાતમાં આજે ગૃહમંત્રીના પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં પાંચ વર્ષ બાદ ગૃહપ્રધાન અમિત શાહ નડિયાદ આવશે. તેમાં રૂપિયા 23,454 લાખના ખર્ચે તૈયાર થયેલ ગૃહવિભાગના 925
પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે. તેમજ રાજ્યના 19 જીલ્લાઓમાં રહેણાંક અને બિનરહેણાંક 48 જેટલા બિલ્ડિંગોના પણ લોકાર્પણ કરશે.