દાહોદના ફતેપુરામાં પૂરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ફતેપુરા તાલુકાની ભીચોર પ્રાથમિક શાળાના બાળકોને જીવાત વાળા ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને મધ્યાહન ભોજય યોજના અંતર્ગત અનાજ આપવામાં આવે છે. જેમાં જીવાત વાળું ભોજન આપવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.