આજે છે જેઠ સુદ છઠ્ઠ અને રવિવાર..આજનાં દિવસે માની કૃપા અર્થે કરીશુ તેમની ઉપાસના...જેમાં આરતી અને ભજનનાં સથવારે અંબા માતાની કરીશુ આરાધના...ઉપરાંત અમદાવાદનાં વેજલપુરમાં સ્થિત બુટભવાની માતાનાં કરીશુ દર્શન સાથે જ ભજનકિર્તનને સંગ ભજીશુ માતાજીનું નામ અને ખાસ વાતમાં જેને સંતાન ન હોય અને સંતાનની ખેવના હોય તેવાં નિસંતાન દંપત્તિએ કેવી રીતે કરવી ઉપાસના. તે અંગેની શાસ્ત્રોક્ત માહિતી આપશે શાસ્ત્રીજી મહારાજ .તો આવો પ્રભુની અસીમ કૃપા માટે આ યાત્રાનો કરીએ આરંભ
દેવી અંબિકા એ આધ્ય શક્તિ છે એટલે કે ઊર્જાનો મૂળ સ્ત્રોત. તેમની પાસે સંસારના વિઘ્નોને દૂર કરવા માટે દૈવી શક્તિ છે અને તે તમારી પ્રકૃતિને ખૂબ શક્તિઓ આપે છે, જેથી તમે સહજ બની શકો...તો ચાલો ત્યારે મા અંબાની ઉપાસના કરીએ આજે આરતીને સંગ