આજના યુગમાં શહેરીકરણના કારણે જંગલ વિસ્તાર ઓછો થઈ રહ્યો છે. જેના કારણે પ્રદૂષણ સહિત અનેક પ્રકારની સમસ્યાઓ માથુ ઉંચકી રહી છે. જે આપણા જીવન માટે પણ જોખમી છે. આ સાથે જ તે કુદરતી આફતનું પણ કારણ બની રહી છે. સુખી અને સ્વસ્થ જીવન માટે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે. આ ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે પર્યાવરણની જાગૃતિ માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે.
આ તો થઈ આજના યુગની વાત, પરંતુ રજવાડી યુગમાં પણ ગુજરાતના રાજા-મહારાજાઓએ પર્યાવરણની જાળવણી માટે જરૂરી પગલા લીધા હતા. જેમાંથી આપણે પ્રેરણા લેવા જેવી છે.