ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે તમામ પાર્ટીઓ સામાજિક તાલમેલ બેસાડવા મથી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોળી સમાજના કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરા જૂથ સામ-સામે આવ્યા હોવાના અહેવાલો પ્રસારિત થયા હતા. જો કે હવે મોટા સમાચાર મળ્યા છે. જેમાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા એકમંચ પર જોવા મળ્યા હતા.