અમદાવાદમાં કોવિડ-19નો રોગચાળો ફરીથી માથું ઉંચકી રહ્યો છે અને અને કોરોનાના કેસમા દરરોજ વધારો થઈ રહ્યો છે. તા. 16 જૂન, 2022ના રોજ અમદાવાદમાં કોરોનાના નવા 114
કેસ નોંધાયા છે. શહેરના બોડકદેવ, જોધપુર, થલતેજ, પાલડી, બોપલ, નવરંગપુરામાં કોરોનાના વધુ કેસો નોંધાયા છે. આમ, શહેરના પોશ ગણાતા પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનના
વિસ્તારોમાં કોરોનાના કેસો જોવા મળે છે અને આ મોટાભાગના કોરોનાના કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું જોવા મળ્યું છે. પરપ્રાંતોમાં જઈને અમદાવાદમાં આવતા કે અન્ય શહેરોમાં જઈને
અમદાવાદ આવનાર લોકો કોરોના લઈને આવતા હોવાનું જોવા મળ્યું છે.