કોરોનાએ ફરી ચિંતા વધારી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. એક ડોકટર સહિત ત્રણ દર્દીઓને કોરોના વોર્ડમાં દાખલ કરાયા છે. જેમાંના એક દર્દીની સ્થિતિ બગડતા ઑક્સિજન પર રાખવાની ફરજ પડી છે તો 1200 બેડ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય શરૂ કરાયો છે. સિવિલમાં દાખલ ત્રણ દર્દીમાંથી બેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તો એકનો રીપોર્ટ હજુ પેન્ડિંગ છે.