પાટણ શહેરમાં 21મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી એન જી એસ કેમ્પસ ખાતે કરવામાં આવી. જેમાં મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના અધિકારીઓ , કર્મચારીઓ ,શહેરીજનો અને વિદ્યાર્થીઓએ યોગ કર્યા હતા . તો શહેરની વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ ,યુનિવર્સિટી , જિમખાના ગ્રાઉન્ડ સહિત વિવિધ સ્થળો પર યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી .