વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સમગ્ર દિવસ દરમ્યાન વાદળોની અવરજવર વચ્ચે વાતાવરણમાં બફારો અનુભવાયો હતો. જો કે બપોર બાદ વાપીમાં અચાનક ભારે વરસાદ તૂટી પડ્યો હતો. 2 કલાકમાં બે ઇંચ વરસાદ તૂટી પડયો હતો.
જિલ્લાના પારડીમાં પણ વરસાદી વાતાવરણ છવાઇ ગયું હતું. અન્ય તાલુકાઓમાં છૂટાછવાયા ઝાપટાંઓ પડયા હતાં. જિલ્લામાં મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં વાપીમાં 54 મીમી, પારડીમાં 13 મીમી, ઉંમરગામમાં 12 મીમી, કપરાડામાં 7 મીમી, વલસાડમાં 4 મીમી અને ધરમપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. વાપીમાં સાંજે 4 થી 6 દરમિયાન જ બે ઈંચ વરસાદ નોંધાયો હતો.