અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. જેમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. તેમાં પરંપરા મુજબ મંદિરમાં
સાધુ - સંતોનો ભંડારો યોજવામાં આવશે. ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. તથા તેમની સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ
સંઘવી પણ સામેલ થયા છે.
જાણો શું હોય છે નેત્રોત્સવ વિધિ
રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળમાં જતા હોય છે, અને ત્યારબાદ ત્યાંથી પરત નિજ મંદિરે પરત ફરે છે. મોસાળમાં ભાણેજોની સ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક
મિષ્ટાનો અને જાંબુ ખવડાવવામાં આવે છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી આજે ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ
આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. તેમજ ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. ત્યાર પછી ધ્વજા રોહણની વિધિ કરવામાં
આવશે અને પછી મંગળા આરતી થશે.
સી.આર.પાટીલ મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર
તેમજ મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારો થશે. લાખો ભાવિકો આ ભંડારાનો લાભ લેશે. નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવે છે. તેના બાદ
વિશિષ્ટ પૂજા અને આરતી કરવામાં આવશે. બાદમાં સાધુ-સંતો માટે 11.30 કલાકે ભંડારાનું અને સંતોના સન્માનનું આયોજન કરાયું છે. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મુખ્ય
અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યાં છે.