ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી છે. તેમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. તથા
રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ દ.ગુજરાત, ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. તેવામાં સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.
આગામી 01 જુલાઈ સુધી વરસાદનું જોર વધુ રહેશે
જેમાં આજે સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યુ છે. તથા શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. તેમજ ઉકળાટ અને
બફારાનો અનુભવ થયો છે. તથા હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદની શકયતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેમાં સુરત
શહેરમાં છેલ્લા કેટલાંક દિવસોથી છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં સવારે કામધંધે જવા નિકળ્યા લોકોને વરસાદનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. તથા વાહન ચાલકોને વાહન હંકારવામા
તકલીફ થઇ રહી છે. તેમજ સતત વરસતા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તથા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.