રાજકોટમાં રૂપિયાની લેતીદેતી બાબતે સરાજાહેર થયેલ અપહરણ મામલે પોલીસે 7 શખ્સોની ધરપકડ કરી છે. ગત શનિવારે ઢેબર રોડ પર બપોરના સમયે સરાજાહેર બનેલી ગંભીર ઘટનામાં રાજકોટ પોલીસે અમદાવાદ પોલીસની મદદ લઈ ફિલ્મી ઢબે યુવકને મુક્ત કરાવી 6 જેટલા રાજસ્થાની શખ્સો સહિત 7ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.