રાજ્યના 219 તાલુકામા છેલ્લા 24 કલાકમા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કોડીનારમા છ ઈંચ કરતા વધુ
વરસાદ નોંધાયો છે. તથા દ્વારકાના કલ્યાણપુરમાં છ ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ મહિસાગરના કડાણામાં છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
કુલ 8 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ
ઉલ્લેખનીય છે કે કુલ 8 તાલુકામાં ચાર ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તેમજ ભાવનગરમા 42 મિ.મી., મહુવા 28, તળાજા 14, પાલિતાણા 5 મિ.મી., વલભીપુર, ગારિયાધાર, સિહોર,
ઘોઘામા ધીમીધારે કાચુ સોનુ વરસ્યુ હતુ. એક માત્ર ઉમરાળામા વિરામ રહ્યો હતો.
ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી
તળાજાના બોરડા, બગદાણા સહિતના ગામોમા અગાઉ ધોધમાર વરસાદના પગલે જળ બંબાકાર સર્જાયો હતો. બોરડામા ફરી વખત ધોધમાર વરસાદ ખાબકતા લોકોના જીવ તાળવે ચોંટયા
હતા. હવામાન વિભાગ દ્વારા ભાવનગરમા આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.