ગતરાત્રે સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં રંગ ઉપવન નજીક મુખ્ય માર્ગ ઉપર પાંચ ફૂટ ઊંડો ભુવો પડ્યો હતો. ભૂવો પડતા રાત્રીના અંધારામાં એક આઈસર ટેમ્પો તેમાં ફસાયો હતો. જેને લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. નાનપુરા મુખ્ય માર્ગ ઉપર એક બાજુ મેટ્રોની કામગીરી ચાલી રહી છે જયારે બીજી તરફ ભુવા પડવાની ઘટના બનતા સ્થાનિક લોકોને ખુબ જ હાલાકી ભોગવી પડી રહી છે.