ગોધરામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

Sandesh 2022-07-12

Views 741

ગોધરામાં ચાર કલાક દરમિયાન આઠ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ રેલવે સ્ટેશનમાં ટ્રેક ઉપર વરસાદી પાણી ભરાતા મુંબઈ દિલ્હી વચ્ચે નો

ટ્રેન વ્યવહાર પર અસર પડી હતી.

વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

ગોધરા શહેરમાં મોડી સાંજથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરનાં મુખ્ય માર્ગે ઉપર પાણી ફરી વળ્યા હતા. જયારે કેટલાંક નીચાણવાળા વિસ્તારોનાં ઘરોમાં પાણી ભરાઈ જવાનાં દ્ર્શ્યો

સામે આવ્યાં છે. ગોધરા શહેરમાં ચાર કલાક દરમિયાન આઠ ઇંચ વરસાદ પડવાને કારણે સ્ટેશન રોડ ખાડી ફળિયા, છકડાવાડ, ગાંધી પેટ્રોલપંપ વિસ્તાર, ભુરાવાવ, ઇદગાહ મોહલ્લા સહિત

મેસરી નદી પટ વિસ્તારનાં ઘરોમાં પાણી ભરાયાં હતા.

રેલવે સ્ટેશનમાં ટ્રેક ઉપર વરસાદી પાણી ભરાતા ટ્રેનો બંધ

વરસાદી પાણીના નિકાલ માટે મામલતદાર નગર પાલિકા તેમજ આરએનબી વિભાગની ટીમો કામે લાગી હતી. જોકે રાહતની વાત એ છે કે વરસાદના કારણે કોઇપણ પ્રકારની જાનહાનિ

થવા પામી નથી. તેમજ ગોધરા રેલવે સ્ટેશન ખાતેનાં રેલવે ટ્રેક ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા મુંબઈ દિલ્હી વચ્ચેના ટ્રેન વ્યવહાર પર અસર પડી હતી. તથા મુખ્ય ટ્રેક પર પાણી ભરાઈ

જવાના કારણે મુંબઈ દિલ્હી રાજધાની, સોમનાથ જબલપુર, ગાંધીધામ ઈન્દોર, અગસ્ત ક્રાંતિ એકસપ્રેસ, સાબરમતી એકસપ્રેસ ટ્રેન સાવચેતીના ભાગરૂપે નજીક સ્ટેશનો તેમજ આઉટર

સિગ્નલ ઉપર થોભાવી દેવામાં આવી હતી. તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી. અને પંપ મશીન દ્વારા પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં

આવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS