મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાંથી એક વીડિયો વાયરલ થયો છે. જ્યાં બાઇક સવાર પુલ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરના પાણીમાં તણાઇ ગયો. પુલની વચ્ચે પહોંચતા જ તેનું સંતુલન બગડી ગયું અને તે બાઇક સાથે નદીમાં તણાઇ ગયો. આ જોઈને ત્યાં હાજર લોકો જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. અંદાજે 30 થી 40 ફૂટ દૂર યુવક બાઇક સાથે તરીને કિનારે પહોંચી ગયો હતો. થોડી વાર પછી પાણી ઓસર્યું અને તેની બાઇક પણ મળી આવી.