અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે યુવતી વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
હકીકતમાં વસ્ત્રાલમાં રહેતી કેશવીએ આજેથી 3 મહિના પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલ બનાવવા માટે ખતરનાક સ્ટંટનો વીડિયો બનાવ્યો હતો. આ માટે કેશવીએ શહેરના સિંધુ ભવન રોડ પર પંજાબી સોંગ સાથે બાઈક પર ખુલ્લા હાથ ખતરનાક સ્ટંટ કરીને વીડિયો બનાવ્યો હતો.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેશવી પાડલીયા નામની યુવતી સિંધુ ભવન રોડ પર ખુલ્લા હાથે તેમજ બાઈક પર ઉભા રહીને સ્ટંટ કરી રહી છે. આમ જાહેર રસ્તા પર સ્ટંટ કરીને કેશવીએ પોતાનો તેમજ અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એમ- ડિવિઝન ટ્રાફિક પોલીસે IPC 279 MV એક્ટ 177, 184, 194 ડી મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટંટ કરનાર યુવતી કેશવી પાડલીયા વિરુદ્ધ કાર્યવાહી..