અમરેલીમાં વરસાદી મૌસમમાં નદીના વહેણમા શાહી સ્નાન કરતા સિંહો નજરે પડ્યા છે. જેમાં સિંહોના શાહી સ્નાનનો દુર્લભ નજારો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. તેમજ ગીરના
જંગલોમાં વહેતી નદીમાં બે સિંહોએ શાહી સ્નાન કર્યું છે.
જેમાં સિંહો જે પાણીથી હંમેશા દૂર રહે પણ ગીરના જંગલ વિસ્તારોમાં અદભુત નજારો જોવા મળ્યો છે. તેમાં બે સિંહોએ પુરના પાણીના વ્હેતા પ્રવાહમાં ધીંગામસ્તી કરતા જોવા મળ્યા છે.
તેમજ સિંહોની મોજ મસ્તી મોબાઈલમાં કેદ કરતા બાઇક ચાલક જોઈને સિંહોએ ચાલતી પકડી હતી.