અમદાવાદ શહેર અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેમાં મણિનગર, ખોખરા, હાટકેશ્વર, જશોદાનગર, ઈસનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તેમાં પાલડી, નહેરૂનગર,
આંબાવાડી, સેટેલાઈટ, વેજલપુરમાં વરસાદ આવ્યો છે.
જશોદાનગર, ઈસનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ
ઉલ્લેખનીય છે કે જીવરાજપાર્ક, થલતેજ, માનસી ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની
આગાહી છે. જેમાં દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ ડાંગ, નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તથા ઉ.ગુજરાતમાં પણ ભારે
વરસાદની શક્યતા છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં વરસાદની સંભાવના છે.
ઉ.ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા
સિઝનના 50 ટકા વરસાદ માટે રાજ્યએ ગયા વર્ષે સાત સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડી હતી. ગયા વર્ષે 14 જુલાઈ સુધીમાં સિઝનનો માત્ર 19.72 ઈંચ જ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં
ચોમાસા દરમિયાન સામાન્ય રીતે સરેરાશ 33.46 ઈંચ વરસાદ પડતો હોય છે. જેની સામે અત્યાર સુધીમાં 17.06 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે દક્ષિણ
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેમાં સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર
કરાયું છે.