ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે, ત્યાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે દરિયો તોફાની બન્યો છે. જેના પગલે ગુજરાતના મોટાભાગના દરિયા કિનારે ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. વરસાદી પાણી ઓસર્યા બાદ રાજ્યના મોટાભાગના શહેરોમાં ખાડાઓનું સામ્રાજ્ય છવાયેલુ રહ્યું છે. રસ્તા પરથી પસાર થતાં વાહનો ડિસ્કો કરી રહ્યાં છે.