ભારતે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. PM નરેન્દ્ર મોદીએ કોરોના રસીના 200 કરોડ ડોઝનો વિશેષ આંકડો પાર કરવા બદલ તમામ ભારતીયોને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતના રસીકરણ અભિયાનને અપ્રતિમ બનાવવામાં યોગદાન આપનારા લોકો પર મને ગર્વ છે. તેમણે COVID-19 સામેની વૈશ્વિક લડાઈને મજબૂત બનાવી છે.