વડોદરાના વડસરમાં ચેઈન સ્નેચિંગની ઘટના બની છે. જેમાં મહિલાના ગળામાંથી ચેઈન તફડાવી સ્નેચર ફરાર થયો હતો. તેમાં સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેથી
માંજલપુર પોલીસે આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.
વડસર ખાતે મહિલાના ગળામાંથી બિન્દાસ્ત ચેઇન તફડાવીને ચેઇન સ્નેચર ફરાર થયો હતો. જેમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અનિતા શર્મા નામની મહિલા બાળકને
હાથમાં લઈ ઈ પસાર થતી હતી ત્યારે બાઇક સવાર અછોડાતોડે લાભ લઇ આછોડો તોડી ફરાર થયો હતો. જેમાં ધોળે દિવસે ઘટના બનતા માંજલપુર પોલીસમાં દોડધામ મચી છે. તેમજ
માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે.