બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે, ત્યારે સૂઈગામમાં ખાબકેલા વરસાદથી ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદના કારણે નડાબેટના રણમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે નડાબેટનું રણ દરિયામાં ફેરવાઈ ગયું છે.
જણાવી દઈએ કે, નડાબેટ વિસ્તારએ ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલ સૂકા રણનો વિસ્તાર છે. જ્યાં ધોધમાર વરસાદના કારણે સૂકુ રણ દરિયામાં ફેરવાઈ ગયું છે. સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ વચ્ચે પણ BSFના જવાનો પોતાની ફરજ બજાવી રહ્યાં છે.