બનાસકાંઠાના 14 જિલ્લાઓ પૈકીના દાંતા તાલુકામાં વઘુ વરસાદ ખાબક્યો

Sandesh 2022-07-27

Views 684

બનાસકાંઠાના 14 જિલ્લાઓ પૈકીના દાંતા તાલુકામાં વઘુ વરસાદ ખાબક્યો છે. જેમાં ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. તેમજ 573 એમએમ 2022મા સૌથી વધુ દાંતા તાલુકામાં

વરસાદ પડયો છે. દાંતા તાલુકામાં ભારે વરસાદને પગલે ખેતરો બેટમા ફેરવાયા છે.

સૌથી વધુ દાંતા તાલુકામાં વરસાદ પડયો

શક્તિ, ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. દાંતા તાલુકામાં નાના મોટા 212 જેટલા ગામો આવેલા

છે. ત્યારે દાંતા તાલુકામાં આવેલા ભારે વરસાદને પગલે ખેતરો બેટમા ફેરવાયા હતા અને ખેડૂતોનો પાક પાણીમા પલળી ગયો હતો અને તેમને ભારે નુકશાન થયું હતુ. દાંતા તાલુકામાં

મોટાભાગના ગામો પહાડી વિસ્તારમા આવેલા છે અને આ તાલુકામાં વરસાદ આવતા અમુક ગામોમા આવેલા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.

ખેડૂતોનો પાક પાણીમા પલળી ગયો

દાંતા તાલુકાનું અંતરીયાળ આવેલું વડુસણ ગામ આ ગામમાં વરસાદે કહેર વર્તાવ્યો હતો અને જે પગલે ખેડૂતોને નુકશાન થયું હતુ. અંબાજીથી 30 કિલોમીટર દુર પહાડોની વચ્ચે આવેલુ

વડુસણ ગામ સુંદર અને નાનું ગામ છે. આ ગામમા છેલ્લા 24 કલાકમાં આવેલાં ભારે વરસાદના પગલે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો પાક પાણીમા પલળી ગયો હતો અને ખેડૂતોને ભારે

નુકશાન થયું હતુ.

ખેડૂતોએ તંત્ર પાસે સહાયની માંગ કરી

વડુસણ ગામે ખેતરોમા પાણી ભરાઈ જવાથી મકાઈ અને મગફળીનો પાક પાણીથી બગડી ગયો હતો અને આ ગામના ખેડૂતો અને તેમના પરીવારે તંત્ર પાસે સહાયની માંગ કરી છે. દિશા

પ્રજાપતી અને તેમનાં પરીવારે તંત્ર પાસે સહાયની માંગણી કરી છે અને વધુમા જણાવ્યુ હતુ કે તંત્ર અમારા ગામના ખેતરોની પણ મુલાકાત કરે અને અમને ન્યાય મળે. પાણિયારીથી

વડુસણનો નવીન માર્ગ હાલ સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલ છે. ત્યારે હાલનો કાચો માર્ગ પણ વરસાદમાં ખાડામા ફેરવાઈ ગયો હતો. 2022 સીઝનનો સૌથી વધુ વરસાદ દાંતા

તાલુકામાં નોંધાયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS