બૉલિવૂડના ખિલાડી અક્ષયકુમાર પોતાની આગામી ફિલ્મ ‘રામ સેતુ’ના કારણે વિવાદોમાં સપડાયા છે. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અક્ષયકુમાર સામે કેસ કરવાની ચીમકી ઉચ્ચારી છે. જ્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલે મુંબઈની આર્થિક રાજધાની અંગે આપેલા નિવેદનથી રાજકારણ ગરમાયું છે.