વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોનો અનોખો કીમિયો સામે આવ્યો છે. જેમાં છોટાઉદેપુરના નસવાડીમાં વિદેશી દારૂ ઝડપાયો છે. તેમાં બાઈકની સીટ નીચે ચોરખાનું બનાવી દારૂની
હેરાફેરી કરવામાં આવી છે. જેમાં દમોલી રોડ પાસેથી વિદેશી દારૂ લઈ જતો બુટલેગર ઝડપાયો છે. તેમાં બાઈક, મોબાઈલ, વિદેશી દારૂ સાથે રૂ.57600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
છે.
છોટાઉદેપુર નસવાડીમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ કડક બનતા વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોનો અનોખો કીમિયો સામે આવ્યો છે. જેમાં સામાન્ય દેખાતી બાઈકમા પેટ્રોલ
ટાંકી અને બાઈકની સીટ નીચે ચોરખાનું બનાવી 24 બોટલ વિદેશી દારૂ લઈ જતા બુટલેગરને નસવાડી પોલીસે પકડ્યો છે. નસવાડીના દમોલી રોડ પાસેથી વિદેશી દારૂ લઈ જતા
બુટલેગરને પકડ્યો છે.