બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સર્જાયેલા લઠ્ઠાકાંડના પડઘા હજુ શાંત નથી થયા, ત્યાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટાસી ગામે બનાવટી વિદેશી દારુની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. કેમિકલમાંથી વિદેશી દારુ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થતાં જિલ્લાના LCB અને SOGની કામગીરી સામે આનેક સવાલો ઉભા થયા છે.