બનાસકાંઠાના ડીસાના ઝેરડા ગામે અજગર નજરે પડતા ચકચાર મચી હતી. જેમાં મોડી રાત્રે અજગર નીકળતાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તેમજ ખેતરમાં અજગર નીકળતા
અફરાતફરી મચી હતી. તથા મોંઘસિંહ મગનસિંહના ખેતરમાં અજગર જોવા મળ્યો હતો. તથા અજગર નીકળતા વન વિભાગને જાણ કરાઇ હતી. તેથી વન વિભાગની ટીમે ઘટના સ્થળે
પહોંચી અજગરને રેસ્ક્યુ કરવા પ્રયાસ હાથ ધર્યા હતો. અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.