જુનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ગિરનાર અને દાતાર પર્વત પર 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ઝરણાં વહેતા થતા રમણીય દ્રશ્ય સર્જાયુ છે. તેમાં ગઇકાલે સાંજે
જુનાગઢમાં બે કલાકમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તેમજ ગિરનાર અને દાતાર પર્વત પર બે કલાકમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. જેમાં ઝરણાં વહેતા થતા અદભુત
નજારો જોવા મળ્યો છે. તેમજ દાતાર અને ગિરનારની વનરાયો સોળે કલાએ ખીલી છે.