ભારે વરસાદને પગલે રાજ્યના જળાશયોના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના 207 જળાશયોમાં 71.87 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં 83.10 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. તો તાપી નદી બે કાંઠે વહી હોવાના અહેવાલ સામે આવ્યા છે, જેના કારણે 22 ગામોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. તો જોઈએ ‘સંદેશ સુપર ફાસ્ટ’માં વધુ સમાચારો...