હાલ સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીએ હર ઘર તિરંગા અભિયાનનું આહ્વાન કર્યું છે. જેના ભાગ રૂપે રાજયની સરકારી તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ તિરંગા યાત્રાનું આયોજન કરી રહી છે. તેવામાં યાત્રાધામ અંબાજી ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા 51 શક્તીપીઠના તમામ મંદિરો ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.