હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજકોટના જેતપુરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદના પગલે નવાગઢના ઈદગાહ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે લોકોની ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ હતી. વહેલી સવારથી તૂટી પડેલા વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.