રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. તેમજ આગામી 24 કલાક અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આજે ગુજરાતમાં સમગ્ર જગ્યાએ વરસાદ રહેશે. તેમજ બનાસકાંઠા, પાટણ કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ વલસાડ અને નવસારીમાં સામાન્ય વરસાદ રહેશે. તથા રાજસ્થાન તરફથી રાજ્ય પર એક સિસ્ટમ સક્રિય થઇ છે.