હાલ મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે ત્યારે રાજ્યના મોટા ભાગના જળાશયોમાં પાણીનું સ્તર મહત્તમ સપાટીએ પહોંચ્યું છે આથી જળાશયોમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે. સાબરમતી નદી ઉપરના ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતા હાલ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. આથી નદી કાંઠાના મોટાભાગના ગામડાઓને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરમતી કિનારે આવેલું યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું.