આજરોજ જન્માષ્ટમીના તહેવારને લઈને સવારથી જ ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો દ્વારકા, શામળાજી અને ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. લાખો ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શનનો લ્હાવો લીધો છે. સમગ્ર દિવસ દરમિયાન કૃષ્ણ મંદિરોમાં વિવિધ પ્રકારના ઉત્સવો ઉજવાયા હતા અને ભગવાન શ્રીકૃષ્ણની સેવા પૂજા અને અર્ચના કરવામાં આવી હતી. ઠાકોરજીને વિવિધ પ્રકારનો ભોગ પણ ધરાવવામાં આવ્યો છે. ભાવિક ભક્તોએ કૃષ્ણ મંદિરોમાં આરતી અને પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.