ટિકટોક સ્ટાર અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે જોડાયેલ સોનાલી ફોગાટનું મોત થયું છે. ગોવામાં હાર્ટ એટેક આવતા સોનાલી ફોગાટનું નિધન થયું છે. સોનાલી ફોગાટે 2019માં હરિયાણાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર આદમપુરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી દરમ્યાન તેઓ ટિકટોક પર પોતાના વીડિયો માટે ખૂબ ચર્ચિત રહ્યા હતા.