વડોદરામાં દારૂ પીધા બાદ યુવકે આંખોની રોશની ગુમાવી છે. જેમાં ભૌતિક પરમાર નામના યુવકને આંખે દેખાતુ બંધ થયુ છે. તેમજ યુવકની માતાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી છે.
તેમાં તેમણે જણાવ્યું છે કે દારૂબંધી હોવા છતાં દારૂ વેચાય છે તે બંધ થવું જોઈએ. મારા દીકરા સાથે થયું તે કોઈની સાથે ન થાય. તથા દોઢ વર્ષથી દેશી દારૂ પીતો હોવાની ભૌતિકની
કબુલાત છે.
રાત્રે દારૂ પીધા બાદ યુવાનને આંખે દેખાતુ બંધ થયું
ઉલ્લેખનીય છે કે પોલીસે ફરિયાદમાં આંખમાં અગાઉ જ સમસ્યા હોવાનું નોંધ્યુ છે. વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથકની હદમા આવેલા ચાપડ ગામ ખાતે રહેતા યુવાનને રવિવારે
મોડી રાત્રે દારૂ પીધા બાદ દેખાતુ બંધ થઈ જતા તે સારવાર માટે સયાજી હોસ્પિટલમા આવ્યો હતો. જ્યાંથી તે ચાલુ સારવારે ભાગી ગયો હોવાથી સમગ્ર ઘટના માંજલપુર પોલીસ મથકે
નોંધાઈ હતી. જો કે હજુ સુધી આ યુવાન પોલીસની પકડમાં આવ્યો નથી.
દોઢ વર્ષથી દેશી દારૂ પીતો હોવાની ભૌતિકની કબુલાત
ચાપડ ગામ ખાતેના રામદેવ મહોલ્લામા રહેતા 21 વર્ષીય ભૌતિકભાઈ પરમારે રવિવારે રાત્રે દારૂ પીધા બાદ તેઓને આંખે દેખાતુ બંધ થઈ જતા તેના પિતા સારવાર માટે સયાજી
હોસ્પિટલમા લાવ્યા હતા. પોલીસ સયાજી હોસ્પિટલમા યુવાનનો જવાબ લેવા તો પહોંચી પણ તે પહેલા જ યુવાન હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હોવાથી પોલીસના હાથે કશુ લાગ્યુ હતુ નહી.
ભૌતિકના પિતાને પોલીસે ફોન કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, ભૌતિકને આંખે દેખાતુ શરૂ થઈ ગયુ હોવાથી અમે હોસ્પિટલમાંથી નીકળી ગયા હતા. બીજી તરફ પોલીસે ભૌતિક અને તેમના
પિતાને જવાબ લેવા માટે પોલીસ મથકે બોલાવ્યા હતા. પરંતુ હજુ સુધી તેઓ જવાબ લખાવવા માટે પોલીસ મથકે આવ્યા ન હોવાથી પોલીસ પણ અટવાઈ ગઈ છે.